મોરબીના અમરાપરમાં દેશી દારૂની ચાલુ ભઠ્ઠી આબાદ ઝડપાઇ

0
167
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : મોરબી તાલુકાના અમરાપર નાગલપર ગામે મોરબી તાલુકા પોલીસે દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસે અમરાપર નાગલપર ગામની સીમમાં દરોડો પાડી આરોપી દિનેશભાઇ આયદાનભાઇ ગરચરને દેશી પીવાના દારૂ ગાળવાની ચાલુ ભઠ્ઠી સાથે ઝડપી લઈ પતરાના ટીપણા નંગ-૦૨ માં રહેલ ગરમ આથો લીટર 400, નાના-મોટા પ્લાના કેરબા નંગ-17માં રહેલ ઠંડો આથો લીટર-1430 કિં.રૂ.2860 તથા ભઠ્ઠીના સાધનો એલ્યુમીનીયમનુ બકડીયા નંગ-2 કિં.રૂ.100તથા લોખંડની નળી સાથેની થાળી નંગ-2, ગેસનો બાટલો નંગ-1 કિં.રૂ.1000 તથા ગેસના ચુલા નંગ-2 કિં.રૂ.1000 સહિત કુલ કિં.રૂ.6000ના મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/