મોરબી અને હળવદમાં બે અજાણ્યા પુરુષ સહીત કુલ ત્રણના મૃત્યુના બનાવ

0
58
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબીના શકત શનાળા ગામે કોઈ કારણોસર વૃધ્ધાનું મોત
તાજેતરમા મોરબીના શકત શનાળા ગામના રહેવાસી શાંતાબેન વાલજીભાઈ ધોળકિયા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધાનું કોઈ કારણોસર મોત થયું હતું અને ડીકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હોય જેથી મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી એ ડીવીઝન પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરેલ છે

મોરબીના લાલપર ગામ નજીક કેનાલમાંથી અજાણ્યા પુરુષ નો મૃતદેહ મળ્યો
તાજેતરમામોરબીના લાલપર નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાંથી એજ અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો નર્મદા કેનાલમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ હોવાની જાણ તાલુકા પોલીસને કરવામાં આવતા તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે મૃતક પુરુષ અંદાજે ૪૦ થી ૪૫ વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે તાલુકા પોલીસે બનાવની નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા વધુ તપાસ હાથ ધરેલ છે

હળવદના ચરાડવા ગામે અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો
તાજેતરમા હળવદ તાલુકાના ચરાડવા ગામેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હોય જે અંગે ચરાડવાના રહેવાસીએ પોલીસને જાણ કરતા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને તપાસ ચલાવી છે જેમાં મૃતક અંદાજે ૫૦ થી ૫૫ વર્ષના હોવાનું અને માનસિક અસ્થિર હોય તેવી માહિતી પ્રાપ્ત થઇ છે હળવદ પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/