મોરબી અને વાંકાનેરમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ
વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ : જડેશ્વ રોડ ઉપર રાતીદેવડી પાસે તોતિંગ વૃક્ષ પડતા માર્ગ બંધ થઈ ગયો
મોરબી : મોરબી અને વાંકાનેરમાં આજે આખો દિવસ અસહ્ય બફારો અને ઉકળાટ રહ્યા બાદ સમી સાંજે વાતાવરણ ગોરભાયું હતું અને આકાશ કાળા ડિબાંગ વાદળો ઘેરાય ગયા બાદ ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો.
વાંકાનેરમાં તેજ પવન સાથે વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ મળે છે.તેમજ વાંકાનેરના જડેશ્વર રોડ પર રાતીદેવડી પાસે ભારે પવનને કારણે એક વૃક્ષ ધારાશયો થયું હતું.જેથી વાહન વ્યવહાર બંધ થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે.જોકે મોરબીમાં ભારે પવન અને ગાજવીજ સાથે થોડીવાર મોટા છાંટા પડ્યા બાદ ધીમીધારે વરસાદ વરસી રહેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide