મોરબી : અણીયારી, ગાળા, સાદુળકા અને રાસંગપરમાં બ્રિજેશ મેરજાને પ્રવેશ પ્રતિબંધના લાગ્યા બેનર

0
109
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યા બાદ ભાજપમાં પ્રવેશ કરવાની હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી આમ છતાં બ્રિજેશ મેરજાના ભાજપમાં સંભવિત પ્રવેશને ધ્યાને લઈને પૂર્વ ધારાસભ્યના સમર્થકો મેદાને આવ્યા છે અને જેતપર બાદ હવે મોરબીના અણીયારી, સાદુળકા, ગાળા અને માળીયાના રાસંગપર ગામમાં બેનરો લાગ્યા છે

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાના સમર્થકો દ્વારા બ્રિજેશ મેરજા વિરુદ્ધ અગાઉ સોશ્યલ મીડિયા વોર બાદ હવે બેનર યુદ્ધ શરુ કરાયું છે બ્રિજેશ મેરજાના ભાજપ પ્રવેશ અંગે માત્ર અટકળો જ ચાલી રહી છે છતાં પૂર્વ ધારાસભ્યના સમર્થકોએ બેનર દ્વારા યુદ્ધ શરુ કર્યું છે

જે બેનર યુદ્ધનો પ્રારંભ પૂર્વ ધારાસભ્યના વતન જેતપર ગામેથી શરુ કરવામાં આવ્યું હતું તો હવે મોરબીના અણીયારી, ગાળા, સાદુળકા અને રાસંગપર ગામોમાં પણ બેનર લાગ્યા છે મોરબી-માળીયા વિધાનસભા મત વિસ્તારના ગ્રામ્ય પંથકમાં બ્રિજેશ મેરજાના પ્રવેશ પર પ્રતિબંધના બેનરો લાગ્યા છે ત્યારે આગામી દિવસોમાં આ યુદ્ધ કેવું સ્વરૂપ ધારણ કરે છે તે જોવું રસપ્રદ બની રહેશે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/