મોરબીમાં અસામાજીક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ૩ ની પાસા હેઠળ ધરપકડ

0
173
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

વિધાનસભા પેટા ચુંટણીને અનુલક્ષીને માથાભારે તથા દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ત્રણ ઈસમોને પાસા હેઠળ અટક કરી જેલ હવાલે કરતી મોરબી પોલીસ

આગામી વિધાનસભા પેટા ચુંટણીને ધ્યાને લઈ કાયદો અને વ્યવસ્થા જાળવવાનાં હેતુસર,

શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે મોરબી પોલીસ અધિક્ષકશ્રી એસ. આર.ઓડેદરા ની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક રાધિકા ભારાઈ એ મોરબી સીટી એ ડિવિઝન પીઆઈ બી. જી. સરવૈયા તથા હળવદ પીઆઈ પી. એ. દેકાવડીયા મારફતે ૩ પાસા વોરંટ ની બજવણી કરી મયુરભાઈ અશોકભાઈ બોરાણીયા રહે. માથક તા. હળવદ, જીગર ઉર્ફે જીગો જીલુભાઈ ગોગરા રહે. બોરીચાવાસ મોરબી, ભરત ઉર્ફે બી.કે. કારૂભાઈ ગોગરા રહે. બોરીચાવાસ મોરબી વાળાની પાસા હેઠળ અટક કરી અલગ-અલગ જેલ હવાલે મોકલવા તજવીજ હાથ ધરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/