મોરબીમાં અષાઢી બીજ નિમિતે મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા યોજાશે

0
245
/

ભરવાડ રબારી સમાજની એકતાના પ્રતિક સમાન મોરબીવાળા મચ્છુ માતાજીની ભવ્ય રથયાત્રા અષાઢી બીજના દિવસે યોજાશે તા. ૦૪ ને ગુરુવારે અષાઢી બીજના પાવન પર્વે દર વર્ષની જેમ આ વર્ષે પણ મચ્છુ માતાજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

        મોરબીમાં ભરવાડ અને રબારી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૦૪ ને ગુરુવારે અષાઢી બીજના દિવસે મચ્છુ માતાજી અને પુનિયા મામાના પ્રાગટ્ય દિન

નિમિતે રથયાત્રા યોજાશે જે રથયાત્રા સવારે મચ્છુ માતાજી મંદિર મહેન્દ્રપરા મોરબી ખાતેથી પ્રથાન થશે અને શહેરના રાજમાર્ગો પરથી ફરીને નહેરુ ગેઇટ ચોક, ગ્રીન ચોક સહિતના વિસ્તારમાંથી દરબારગઢ ખાતે મચ્છુ માતાજી મંદિરે પહોંચશે રથયાત્રા દરમિયાન રબારી અને ભરવાડ સમાજના યુવક અને યુવતીઓ દ્વારા રાસ ગરબાની રમઝટ બોલાવાશે અને અબીલ ગુલાલની છોડો તેમજ ઢોલ નગારાના તાલે ઝૂમતા રથયાત્રા આગળ વધશે

        રથયાત્રા દરમિયાન નહેરુ ગેઇટ ચોક સહિતના વિસ્તારમાં પાણી, છાસ અને સરબત સહિતના પ્રસાદ માટે મંડપો સજશે તેમજ મચ્છુ માતાજી મંદિર દરબારગઢ ખાત્તે મહાપ્રસાદ પણ યોજાશે તદુપરાંત રાત્રીના ૧૦ કલાકે ભવ્ય લોકડાયરો યોજાશે જેમાં જાણીતા કલાકારો પધારશે રથયાત્રાનું ઠેર ઠેર વિવિધ સમાજ અને સંસ્થા અગ્રણીઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે તેમ મચ્છુ માતાજીની જગ્યાના મહંત ગાંડુંભગત બીજલભગત ગોલતરે જણાવ્યું છે તેમજ શોભાયાત્રામાં પધારવા આમંત્રણ પાઠવ્યું છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/