મોરબી : શ્રાવણીયો જુગાર રમતા કુલ 35 જેટલા શખ્સો પકડાયા

0
178
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

મોરબી : તાજેતરમા સાતમ-આઠમ ના તહેવારો નજીક આવી રહ્યા છે. ત્યારે શ્રાવણ માસમાં જુગાર રમવાની બદી પૂરબહારમાં ખીલી છે. ત્યારે ગઈકાલે તા. 6ના રોજ મોરબી જિલ્લામાં શ્રાવણીયો જુગાર રમતા કુલ 41 શખ્સો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આ તમામ આરોપીઓ સામે જુગાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે. તેમજ તેમની અટકાયત કરી છે.

મોરબી શહેરના વિસીપરા વિસ્તારમાં અમરેલી રોડ ઉપર યમુનાનગર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકતને આધારે બી ડિવિઝન પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવી હતી. તેમાં દિનેશભાઈ મૂળજીભાઈ અખીયાણી, અશોકભાઈ તુલસીભાઈ દલસાણીયા અને અમીતભાઇ ગગજીભાઇ ગોહેલ જુગાર રમતા મળી આવતા પોલીસે તેની પાસેથી રૂા.૧,૪૦૦ કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આ ઉપરાંત, વીસીપરાની પાછળ આવેલા અમરેલી રોડ ઉપર કરવામાં આવી હતી જેમાં લાભુભાઈ છગનભાઈ દારોદ્રા, ભરતભાઈ જીવરાજભાઈ મંડલી, રમેશભાઈ ધનજીભાઈ દલસાણીયા અને જેંતીલાલ વનમાળીભાઈ દવે જાહેરમાં જુગાર રમતા મળી આવ્યા હતા. પોલીસે રોકડા રૂા.૨,૦૦૦ કબ્જે કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ મોરબીના લાયન્સ નગરમાંથી રાજેશભાઇ મનજીભાઇ ચાવડા, કાળુભાઇ ધકુભાઇ પરમાર, દિલીપભાઇ રવજીભાઇ બોસીયા, દેવજીભાઇ બટુકભાઇ બેસીયા, પ્રેમજીભાઇ લાલજીભાઇ ચાવડા, ગોવિંદભાઇ વાલજીભાઇ ચાવડા, આનંદભાઇ ઉપેન્દ્રભાઇ પોપર  રૂ. 8,200 જેવી રોકડ રકમ સાથે પકડાયા હતા.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/