મોરબી : આયુર્વેદ ડોક્ટરોને ઓપરેશનની મંજૂરી આપવા બાબતના વિરોધમાં તબીબોની હડતાલ

0
39
/
હડતાલમાં 190 જેટલા તબીબો જોડાયા, હડતાલ દરમ્યાન ઇમરજન્સી સેવા અને કોરોનાની સારવાર ચાલુ રખાશે

મોરબી : હાલ આયુર્વેદ તબીબોને ઓપરેશનની મંજૂરી આપવાના વિરોધમાં આજે મોરબી ઈન્ડિયન મેડીકલ એસો. બ્રાન્ચના નેજા હેઠળ તબીબો દ્વારા હડતાલ પાડવામાં આવી છે. આ હડતાલમાં મોરબીના 190 તબીબો જોડાયા છે અને આજે દિવસ દરમ્યાનની હડતાલમાં ઇમરજન્સી સેવા અને કોરોનાની સારવાર પણ ચાલુ રખાશે.

હાલ કેન્દ્ર સરકારે તાજેતરમાં આયુર્વેદમાં સ્નાતક થયેલા તબીબ વિદ્યાર્થીઓને ત્રણ વર્ષનો ગ્રેજયુએટ કોર્ષ કરીને અમુક પ્રકારનાં ઓપરેશનો કરવાની છૂટ આપતો પરિપત્ર બહાર પાડયો છે. જેની સામે ઈન્ડિયન મેડિકલ એસોસીએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જે સંદર્ભે મોરબી ઈન્ડિયન મેડિક્લ એસોસીએશન બ્રાન્ચ દ્વારા આજે તબીબોની હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું અને આજે મોરબીના એલોપથીની પ્રેક્ટિસ કરતા 190 જેટલા ડોક્ટરો પણ  હડતાલમાં જોડાયા છે.

આ દરમિયાન તમામ ઈમરજન્સી સારવાર ચાલુ રાખવામાં આવનાર છે. અને હાલ કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી જે કોઈ દર્દીને ઈમરજન્સી સેવાની જરૂર હશે, તેઓને ઈમરજન્સી સારવાર હડતાલ દરમિયાન પણ પુરી પાડવામાં આવનાર છે. તેમજ ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના પ્રમુખ ડો. વિજયભાઈ ગઢિયાએ જણાવ્યું હતું.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/