મોરબીમાં બેંકના મહિલા કર્મચારીએ બેંક સાથે લાખોની છેતરપીંડી કરી !!

0
437
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબીની ઈંડુંસઇન્ડ બેંકના મહિલા કર્મચારીએ કાળા કરી લાખોનો બેંક સાથે છેતપિંડી કરી હોવાનો સનસની ખેજ કિસ્સો સામે આવ્યો છે.

ઇન્ડ્સઇન્ડ બેંકના ક્લસ્ટર મેનેજર હાર્દિક હરીશ માંકડ દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવામાં આવ્યું છે કે, ક્લસ્ટર મેનેજર દ્વારા લાલપર પાસે આવેલા ઇન્ડ્સઇન્ડ બેંકના એટીએમમાં નાખવામાં આવેલ રકમ અને કાઢવામાં આવેલ રકમ તથા ટ્રાન્જેક્શન કેન્સલ થયા હોય એવી રકમનો હિસાબ ચેક કરવામાં આવતા 15 લાખનો ગોટાળો ખુલ્યો હતો. ત્યારે બેંક કર્મચારી નેહાબેન ધનસુખ ગજ્જર એટીએમનું સંચાલન અને એટીએમ કસ્ટડીયન હતા.

સમગ્ર મામલે તપાસ કરતા એટીએમની બેલેન્સ ૩૩,૮૮,૨૦૦ હતી જેમાંથી વેરીફીકેશન દરમિયાન ૧૮,૮૮,૨૦૦ મળી અવાય હતા. ત્યારે ૧૫ લાખ એટીએમમાં ન મળી આવતા તપાસ કરતા કર્મચારી નેહાબેન ગજ્જરે લીધા હોવાનું જણાવ્યું હતું. નેહાબેન ગજ્જરે અંગત ઉપયોગ માટે ૧૫ લાખ લીધા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. મોરબી તાલુકા પોલીસે બેંક કર્મચારી મહિલા વિરૂદ્ધ ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/