મોરબી : હાલ મોરબીના કાંતિનગરમાં ન્હાવા લઇ જતી વખતે બહેનના હાથમાંથી પડી જતા ભાઈનું સારવાર દરમિયાન મોત થયું છે. આ બનાવ અંગે ગઈકાલે મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવેલ છે.
તાજેતરમા મોરબી શહેરમાં કાંતિનગરમાં વસુંધરા હોટલ પાછળ રહેતા 15 વર્ષીય વિમલભાઇ ગોરધનભાઇ ઉપસરીયાને ગત તા. 17 નવેમ્બરના રોજ બપોરના દોઢેક વગ્યાના અરસામાં તેની મોટી બહેન હર્ષદબેન તેને તેડીને નવડાવવા લઇ જતી હતી. તે વખતે હાથમાંથી પડી જતા વિમલને બંને હાથમાં તથા છાતીના ભાગે ઇજા થઇ હતી. આથી, પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તા. 20 નવેમ્બરના રોજ રાજકોટની સરકારી હોસ્પીટલ ખાતે રીફર કરેલ હતા. જ્યાં સારવાર દરમ્યાન તા. 25ના રોજ સવારના 7 વાગ્યા આસપાસ તેનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ કરેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide