મોરબી : કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, અમિત ચાવડા, અને મોઢવાડીયા સહિતના સભાઓ ગજવશે

0
104
/

કોંગ્રેસના ઉમેદવાર જ્યંતીભાઈ પટેલના સમર્થનમાં સ્ટાર પ્રચારકો મોરબી-માળીયા તાલુકામાં જીતશે જયંતિલાલનો નાદ ગુંજતો કરશે : કાંતિ અમૃતિયાના ગામ જેતપર ખાતે હાર્દિક પટેલની આજે પણ રાત્રીના સભા

મોરબી : હાલ ઉમેદવાર ભલે સ્થાનિક હોય અને પાર્ટી પણ ભલે કોઈપણ હોય, ચૂંટણીની મોસમમાં સ્ટાર પ્રચારકોની ભારે બોલબાલા રહેતી હોય છે અને સ્થાનિક મતદારોમાં એનું આકર્ષણ પણ હોય છે. 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની ચૂંટણી માટે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારવામાં આવી છે. ખાસ કરીને મોરબી જિલ્લામાં હાર્દિક પટેલની પોપ્યુલારીટી જોતા હાર્દિક પટેલ દિવસ રાત અન્ય નેતાઓ સાથે શહેરી વિસ્તારની સાથે છેવાડાના ગામડાઓ ખૂંદી રહ્યા છે.

65 મોરબી-માળિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયંતિલાલ પટેલના પ્રચાર અર્થે કોંગ્રેસના યુવા નેતા તથા ગુજરાત પ્રદેશ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ તારીખ ૨૩/૧૦/૨૦૨૦ને શુક્રવારે રાતે ૮:૦૦ કલાકે જેતપર ગામ ખાતે જનસભાને સંબોધન કરશે. “જીતશે જયંતિલાલ”ના નારા સાથે મોરબી-માળિયા મતક્ષેત્રમાં કોંગ્રેસનું વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે ત્યારે #ગદ્દારજયચંદોજવાબ_આપો; હેશટેગ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા પરેશ ધનાણીએ કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરીને ભાજપમાં ગયેલા નેતાઓ માટે જયચંદ અને ગદ્દાર જેવા શબ્દો થકી ચાબખા માર્યા હતા. પેટા ચૂંટણી માટે જવાબદાર આવા નેતાઓને શા માટે મત આપવો જોઈએ એવો વેધક સવાલ પણ ધનાણીએ ઉઠાવેલ હતો.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/