મોરબી : અનલોક 01 બાદ એસટી તંત્રએ મુસાફરોની સંખ્યાનું આકલન કરી ધીમે ધીમે બસોની સંખ્યા વધારતા જઈ નવા નવા રૂટો શરૂ કરવાની શરૂઆત પણ કરી દીધી છે. ત્યારે મોરબીથી ભુજ જવા માટે આવતી કાલે ગુરુવારથી નવો રૂટ શરૂ થવા જઈ રહ્યો છે. મોરબીથી ભુજ જવા માટે સવારે 07:30 કલાકે નવા રૂટની શરૂઆત થશે. તંત્રની ગાઇડલાઇન્સ પ્રમાણે બસમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન અને માસ્ક સહિતના નિયમોના ચુસ્ત પાલન સાથે આ સેવા શરૂ થવા જઈ રહી છે. મોરબીથી ભુજ જવા માંગતા પ્રવાસીઓ માટે આ શુભ સમાચાર છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide