મોરબી બ્રિજ દૂર્ઘટના કેસની તપાસ CBIને સોંપવા હાઇકોર્ટમાં અરજી

0
2
/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી: મોરબી બ્રિજ દૂર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં ઈઇઈં તપાસની માંગ સાથે અરજી કરવામાં આવી છે. બીજી તરફ મૃતકોના પરિવારોએ ઓરેવા કંપની પાસે 2 કરોડના વળતરની પણ માંગ કરી છે. મહત્ત્વપૂર્ણ છે કે મોરબીમાં 30 ઓક્ટોબર 2022ના રોજ ઝૂલતો પુલ તૂટી ગયો હતો. આ દરમિયાન 141 લોકોના મોત થયા હતા.

મોરબી ઝૂલતો પુલ તૂટવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. મોરબી બ્રિજ કેસમાં અરજદાર દ્વારા ઈઇઈં તપાસની માંગ કરવામાં આવી છે. મોરબી સિટી બી ડિવિઝન પાસેથી તપાસ ઈઇઈં અથવા તેની સમકક્ષ એજન્સીને સોપવાની માંગ કરવામાં આવી છે. મોરબી કોર્ટમાં ચાલતા ટ્રાયલ, ચાર્જશીટને રદ કરી CBI કે તેની સમકક્ષ એજન્સીને તપાસ સોપવાની અરજદાર દ્વારા માંગ કરવામાં આવી છે.

અરજદારે અરજીમાં જણાવ્યું કે, ઓરેવા કંપનીનું નામ આરોપી તરીકે હોવા છતાં ત્યાં કોઇ તપાસ કે ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા નથી. કેસની તપાસ યોગ્ય દિશામાં ના થઇ રહી હોવાની અને એક તરફી તપાસ થતી હોવાનો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે. અરજીમાં ઈં.ઘની તપાસ સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. બીજી તરફ મૃતકોના પરિવારોએ ઓરેવા કંપની પાસે 2 કરોડના વળતરની માંગ કરી છે. પીડિત પરિવારના વકીલ ઉત્કર્ષ દવે દ્વારા હાઇકોર્ટમાં સોગંદનામુ કરવામાં આવ્યું છે. કાયમી વિકલાંગ થયા છે તેમને 50 લાખ અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 20 લાખનું વળતર આપવાની માંગ કરવામાં આવી છે. આ સાથે જ બ્રિજની મરામતનો ખર્ચ ઓરેવા કંપની અને સરકારે સરખા ભાગે વહેંચવા પણ માંગ કરવામાં આવી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય હેઠળ ટેકનિકલ ટીમ દ્વારા બ્રિજના રિપેર અને રિસ્ટોરેશનની કામગીરી કરવાની પણ અરજીમાં માંગ કરાઇ છે. મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે વળતર અંગે સૂચનો મંગાવ્યા હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/