2200 નો પોલિંગ સ્ટાફ સાથે 900 આરોગ્ય કર્મચારીઓ મતદાન બુથ ઉપર ફરજ બજાવશે : કુલ 4 હજારથી વધુનો ચૂંટણી સ્ટાફ મતદાન બુથો પર આજથી ફરજ પર હાજર રહેશે
મોરબી : હાલ મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને હવે ગણતરીની કલાકો જ બાકી હોવાથી આ પેટા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે અને ઘુટુ પાસે આવેલ સરકારી પોલી ટેકનિક કોલેજ ખાતે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રખાયેલા ઈવીએમ મશીનો ડીસ્પેચ કરવામાં આવ્યા છે.એટલે અહીંથી દરેક મતદાન બુથ પર ઈવીએમ મશીનો સુરક્ષા બંદોબસ્ત વચ્ચે પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આવતીકાલે તા.3 ને મંગળવારે યોજાનાર છે.ત્યારે સ્થાનિક ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીની કામગીરી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આજે ઘુટુ પાસે આવેલ સરકારી પોલી ટેકનિક કોલેજ ખાતે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે રખાયેલા ઈવીએમ મશીનો ડીસ્પેચ કરવામાં આવ્યા છે.જોકે આ વખતે કોરોનાની મહામારીને ધ્યાને લઈને ચૂંટણી અયોગ દ્વારા કોરોના સંદર્ભે ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.આથી 2200 થી વધુના પોલીગ સ્ટાફ સાથે 900 જેટલા આરોગ્ય કર્મચારીઓ મતદાન બુથ ઉપર ફરજમાં જોડાશે.કુલ 4 હજારથી વધુનો ચૂંટણી સ્ટાફ આજે રાત્રિથી મતદાન બુથ ઉપર ફરજ ઉપર ગોઠવાઈ જશે.કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે દરેક મતદાન બુથ ઉપર બે આરોગ્ય કર્મચારીઓ તૈનાત રહશે.જેમાં મતદારો માટે હેન્ડ સેનેટાઇઝ તથા માસ્ક સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide