મોરબી બાયપાસ રોડ નજીક 168 નંગ જેટલી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ

0
133
/
કુલ કિ.રૂ. 50,400નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત : એક આરોપીની અટકાયત, ત્રણ આરોપીઓને પકડવા તાપસ હાથ ધરાઈ

મોરબી : મોરબી એલ.સી.બી. દ્વારા મોરબી બાયપાસ રોડ પર મચ્છુ નદીના પુલ ઉપર ઇકો ગાડીમાંથી બોટલ નંગ-168, કિ.રૂ. 50,400 તેમજ અન્ય મુદામાલ મળી કુલ રૂ. 2,00,400ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

આજે તા. 29ના રોજ મોરબી એલ.સી.બી.ના સ્ટાફને ખાનગી રાહે હકીકત મળેલ કે મોરબીની રવિરાજ ચોકડી બાજુથી એક સફેદ કલરની મારૂતી ઇકો ગાડી નંબર GJ-3-HA-7143માં ગે.કા. પરપ્રાતિય ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લઇ મોરબી તરફ આવી રહી છે. આ બાતમીના આધારે LCB સ્ટાફ ગાડીની વોચમાં મચ્છુ નદીના પુલ ઉપર હતા. આ દરમ્યાન તે ગાડી આવતા ગાડી પોલીસે ચેક કરી હતી. પોલીસને આ કારમાંથી ગે.કા. અંગ્રેજી દારૂ બોટલ નંગ-168, કિ.રૂ. 50,400નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. પોલીસે મારૂતી સુઝુકી ઇકો ગાડી તથા વિદેશી દારૂનો જથ્થો મળી કુલ કિ.રૂ. 2,00,400ના મુદામાલ કબ્જે કર્યો છે.

આ બનાવમાં પોલીસે આરોપી લાલાભાઇ મગનભાઇ ગોગરા (રહે. યદુનંદન, શનાળા રોડ, કેનાલ પાસે, તા.જી.મોરબી)ને પકડી પાડેલ છે. તેમજ આ વિદેશી દારૂનો જથ્થો જીતુભાઇ જકાસણીયા (રહે.જેતપર)ના કહેવાથી યશપાલસિંહ ધનુભા જાડેજા (રહે. ખાનપર) પાસેથી ભરી આવી મહીપત દેવરાજભાઇ મિયાત્રા (રહે. યદુનંદન)ને આપવાનો હતો. આ ચારેય આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન ધારા હેઠળનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. તેમજ પોલીસે આરોપી લાલાભાઇની અટકાયત કરી છે. તેમજ અન્ય ત્રણ આરોપીઓને પકડવા કાયદેસરની તાપસ હાથ ધરી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/