[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : તાજેતરમા મોરબી મહાપાલિકા વિસ્તારમાં ખાનગી સોસાયટીમાં સી.સી.રોડ, પેવર બ્લોક, ડ્રેનેજના જેવા કામો જનભાગીદારીથી થઈ શકશે. જેમાં સોસાયટીએ 20 ટકા ખર્ચ ઉઠાવવાનો રહેશે. બાકીનો ખર્ચ મહાપાલિકા અને રાજ્ય સરકાર ઉઠાવશે.
મોરબી નગરપાલિકાને તા.૦૧/૦૧/૨૦૨૫થી મોરબી મહાનગરપાલિકાનો દરરજો મળ્યો છે. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત જનભાગીદારી યોજનાની જોગવાઈ છે. આ યોજના અંતર્ગત ખાનગી સોસાયટીમાં સી.સી.રોડ, પેવર બ્લોક, ડ્રેનેજના જેવા કામો કરવા માટેની જોગવાઈ છે. આ યોજના અંતર્ગત ખાનગી સોસાયટીના રહીશોને કુલ અંદાજીત ખર્ચના ર૦% લેખેની રકમ ભરપાઈ કરવાની રહેશે. બાકીની ૭૦% રકમ રાજય સરકાર તરફથી અને ૧૦% રકમ મહાનગરપાલિકા તરફથી ફાળવવાની જોગવાઈ છે.જનભાગીદારી યોજના અંતર્ગત મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવતી તમામ ખાનગી સોસાયટીમાં સી.સી.રોડ, પેવર બ્લોક, ડેનેજ લાઈન નાખવા જેવા કામો કરવા માટે સોસાયટીના રહીશોને મોરબી મહાનગરપાલિકાની બાંધકામ શાખાનો સંપર્ક કરવા જણાવવામાં મહાપાલિકાની યાદીમાં જણાવાયું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide