મોરબીમાં કાર ચાલકે દોઢ વર્ષની માસૂમ બાળકીને કચડી નાખાતા અરેરાટી

0
230
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

ઉમા ટાઉનશીપ નજીક શેરીમાં રમતી બાળકી ઉપર એમજી હેકટર ફરી વળી

મોરબી : હાલ મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક શેરીમાં રમી રહેલી દોઢ વર્ષની માસૂમ બાળકી ઉપર એમજી હેકટર કાર ફરી વળતા માસૂમ બાળકીનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું.

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ઉમા ટાઉનશીપમાં પરીશ્રમ એપાર્ટમેન્ટ તથા રોયલ હાઈટસની વચ્ચે શેરીમાં નેપાળી પરિવારની એન્જલબેન લોકેશભાઈ સુનાર નામની દોઢ વર્ષની બાળકી રમતી હતી ત્યારે પુરપાટ ઝડપે ધસી આવેલી GJ-36-R-6499 નંબરની એમજી હેકટર કારના ચાલકે બાળકીને હડફેટે લેતા માસૂમ બાળકીનું કરુંણ મૃત્યુ નીપજ્યું હતું.

અકસ્માતની આ ઘટના અંગે મૃતક બાળકીના પિતા લોકેશભાઈ ઉદયભાઈ સુનાર, રહે. ઉમા ટાઉનશીપ રોયલ એ એપાર્ટમેન્ટ, મુળ રહે. કાલાપાની તા. બાબીયાચોર જી. સુરખેત (નેપાળ) દ્વારા એમજી હેકટર કાર નંબર GJ-36-R-6499ના ચાલક વિરુદ્ધ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર ચાલક વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯,૩૦૪(અ), તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭.૧૮૪ મુજબ ગુન્હો દાખલ કરી કાર ચાલકને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/