મોરબીના લખધીરપુર રોડ પરની ફેક્ટરીની ઓરડીમાં મહિલાનો મૃતદેહ હોવાની માહિતી મળતા તાલુકા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ ચલાવી છે તો મૃતક મહિલાના શરીર પર ઈજાના નિશાન મળી આવતા હત્યાની શંકાને આધારે પોલીસે વધુ તપાસ ચલાવી છે
મોરબીના લખધીરપુર રોડ પરની સ્માઈલ સિરામિક ફેક્ટરીની ઓરડીમાં મહિલાનો મૃતદેહ હોવાની તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પીએસઆઈ એમ વી પટેલ સહિતની ટીમ દોડી ગઈ હતી અને ઓરડીમાં પડેલા મહિલાના કોહવાયેલા મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો મૃતક મહિલા રાધાબેન મૂળ એમપીના રહેવાસી હોવાનું પોલીસ પાસેથી જાણવા મળ્યું છે તો બનાવ અંગે તાલુકા પીએસઆઈ એમ વી પટેલે જણાવ્યું હતું કે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડાયો છે અને મહિલાની હત્યા થઇ હોય તેવી આશંકાને પગલે તે દિશામાં તપાસ ચલાવી છે તો મહિલાની હત્યા કોને અને શા માટે કરી તે સવાલો પણ ઘેરાયા છે અને તાલુકા પોલીસ ટીમે વધુ તપાસ ચલાવી છે તેમજ ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે
પતિ સામે હત્યાનો ગુન્હો નોંધાયો
બનાવ અંગે મોરબીના રોહીદાસપરાના રહેવાસી શૈલેશભાઈ રાવાએ પોલીસ ફરીયાદમાં જણાવ્યું છે કે આરોપી સોનુભાઈ મૈયર તેની પત્ની સાથે સિરામિક ઓરડીમાં રહેતો હોય અને કોઈ કારણોસર બંને વચ્ચે ઝઘડો થતા આરોપી પતિએ સાડી વડે ગળેટુંપો દઈને પત્નીની હત્યા કરી નાસી ગયો છે પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબી જિલ્લાના વધુ સમાચારો માટે નીચે આપેલ The Press Of India ની લિન્ક સાથે જોડાઓ
ફેસબુક પેજ:-
https://www.facebook.com/thepressofindia/?ref=bookmarks
યુ ટ્યુબ ચેનલ :-
https://www.youtube.com/channel/UC7nJHBS4X1rJcY5bcSNHSjA?view_as=subscriber
ટ્વિટર:-
https://twitter.com/thepressofindia
ઇન્સ્ટાગ્રામ:-
https://www.instagram.com/thepressofindia/?hl=en
વ્હોટ્સએપ ગૃપ :-
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide
Comments are closed.