મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના રંગપર નજીક છેલ્લા સાતેક મહિનાથી બંધ હાલતમાં રહેલી સિરામિક ફેક્ટરીમાંથી રૂ. 8.10 લાખના મશીનરીના પાર્ટ્સની ચોરી થઇ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ફેકટરીના પાર્ટનરે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.
મોરબીની શ્રીમદ સોસાયટીના રહેવાસી અને સ્ટેનફોર્ડ સિરામિક ફેકટરીના પાર્ટનર મનોજભાઈ સવજીભાઈ અઘારાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રંગપર ગામમાં સત્યમ કાટા પાછળ આવેલ સ્ટેનફોર્ડ સિરામિક નામનું વિટ્રીફાઈડ કારખાનું બંધ જેવી હાલતમાં હતું. ત્યારે ગત તા. 15 થી 30 જુલાઈ દરમિયાન કારખાનાના ડીજીટલ પ્લાન્ટના રૂમમાં આવેલ મશીનમાંથી મશીન હેડ નંગ 9, કી.રૂ. 3,60,000 અને ઇલેક્ટ્રિક કાર્ડ નંગ 15 કી.રૂ. 4,50,000 મળીને કુલ 8,10,000 ની મત્તા ચોરી થઇ ગઈ છે. પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી ચોરને પકડવા તપાસ હાથ ધરી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide