મોરબી સીરામીક ટ્રેડિંગ એસોસિએશન દ્વારા 10 હજાર માસ્કનું વિતરણ કરાયું

0
46
/

મોરબી: વધતા કોરોના સંક્રમણ વચ્ચે જનજાગૃતિ અને લોકભાગીદારી આવશ્યક બની ગઈ છે ત્યારે મોરબી સીરામીક ટ્રેડિંગ એસોસિએશન દ્વારા આજે શનિવારે મોરબીમાં જુદા-જુદા ચાર સ્થળે દસ હજાર માસ્કનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

સીરામીક ટ્રેડિંગ એસોસિએશનના પ્રમુખ કે.કે.પટેલ અને તેમની ટિમ દ્વારા મોરબી ખાતે સવારે નવા બસસ્ટેન્ડ પાસે, ગેંડા સર્કલ, સીરામીક પ્લાઝા અને મહેન્દ્રનગર ચોકડી ખાતે 2500-2500 માસ્કનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત ચારેય સ્થળોએ એન-95 પ્રકારના આશરે 10 હજાર માસ્કનું જાહેર નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/