[રિપોર્ટ: ભાવિન દેત્રોજા] મોરબી: મોરબીના ચકમપર ગામે વીજ ધાંધિયાની ફરિયાદ ઉઠવા પામી છે
મોરબીના ચક્મપર ગામે છેલ્લા ઘણા દિવસથી વરસાદ શરૂ થતાં વીજળી ગુલ થઈ જતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. પ્રાપ્ત વિગતો અને માહિતી અનુસાર મોરબીના ચકમપર ગામે જ્યારથી વરસાદ શરૂ થયો ત્યારથી અવારનવાર વીજળી ગૂલ થઈ જવાની ફરિયાદ ઉઠવા પામી છે એને લોકોમાં આ પ્રશ્નને લઈને વીજતંત્ર પર આક્રોશ જોવા મળી રહ્યો છે એક તરફ વરસાદી પાણીની સમસ્યાઓ સર્જાઈ રહી છે રોડ રસ્તા પર લોકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે પડ્યા પર પાટું લાગી રહ્યું હોય તે તે મુજબ લાઈટ પણ જતી રેહતી હોવાથી લોકોને પારાવાર હાલાકી નો સામનો કરવાનો સમય આવી રહ્યો છે ત્યારે તાત્કાલિક વીજ પોલને રીપેર કરી સમયસર લોકોને વીજળી મળી રહે તેવી લોક માંગ ઉઠી છે

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide




















