મોરબીમાં છકડો રીક્ષા ચોરગેંગ ઝડપાઇ : બે ભાઈ સહિત 3 શખ્શોની ધરપકડ

0
232
/

મોરબી અને જામનગરમાં 11 છકડો રીક્ષા, એક પેસેન્જર રીક્ષા, બે મોપેડની ચોરી કર્યાની કબૂલાત : કુલ રૂ.4.65 લાખનો પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો

મોરબી : તાજેતરમા મોરબીમાં એલસીબી અને એ ડિવિઝન પોલીસે છકડો રીક્ષા ચોરતી ગેંગને ઝડપી લીધી હતી. જેમાં ખાસ કરીને છકડો રીક્ષા ચોરી કરનાર બે ભાઈ સહિત ત્રણ શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. આ ત્રણ શખ્સોએ પોલીસની પૂછપરછમાં મોરબી અને જામનગરમાં 11 છકડો રીક્ષા, એક પેસેન્જર રીક્ષા, બે મોપેડની ચોરી કર્યાની કબૂલાત આપી હતી. આથી પોલીસે આરોપી પાસેથી ચોરાઉ કુલ રૂ.4.65 લાખનો વાહનોનો મુદ્દામાલ કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીમાં છેલ્લા બે અઢી વર્ષ દરમિયાન છકડો રીક્ષાની ચોરી કરતા ત્રણ શખ્સો મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ્ટેન્ડ પાસેથી ચોરાઉ છકડો રીક્ષા લઈને નીકળવાના હોવાની એલસીબી અને મોરબી એ ડિવિઝન પોલીસને બાતમી મળતા પોલીસે તે સ્થળેથી આરોપીઓ જગદીશ ઉર્ફે જગો સામંત પરમાર તથા તેનો ભાઈ અનિલ ઉફે ઠુઠા સામંત પરમાર તેમજ વિક્રમ રામજીભાઈ પરમારને ઝડપી લીધા હતા. આ ત્રણ આરોપીઓએ પોલીસની સઘન પૂછપરછમાં મોરબી અને જામનગર વિસ્તારમાંથી 14 વાહન ચોરીના ગુના છેલ્લા અઢી વર્ષ દરમિયાન આચાર્યા હોવાની કબૂલાત આપી છે. ખાસ કરીને આ ત્રિપુટી છકડો રિક્ષાની ચોરી કરવામાં માહેર છે. જેમાં આ ત્રિપુટીએ મોરબી અને જમાનગત વિસ્તારમાંથી 11 છકડો રિક્ષાની ચોરી કરી હતી. તેમજ એક પેસેન્જર રીક્ષા તેમજ બે મોપેડની ચોરી કર્યાની કબૂલાત આપી છે. આથી પોલીસે આરોપીઓ પાસેથી હાલ કુલ રૂ.4.65 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મોરબી એસપી એસ.આર ઓડેદરાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આ ત્રણ શખ્સો છકડો રિક્ષાને ખાસ ટાર્ગેટ કરતા હતા. છકડો રીક્ષા ચોરી કર્યા બાદ મૂળ માલિકને ખબર ન પડે તે રીતે છકડો રિક્ષાની શિકલ જ બદલાવી નાખતા હતા. જેમાં છકડો રીક્ષાના કલર, ખાસ પ્રકારના લખાણ દૂર કરીને પછી વેચી દેવાનો મનસૂબો પાર પાડતા હતા. જ્યારે આરોપી અનિલ ઠુઠા અગાઉ મોરબી અને રાજકોટમાં ઘરફોડ ચોરીમાં પકડાય ચુક્યો છે. આરોપીઓની પૂછપરછમાં વધુ ચોરીઓનો ભેદ ઉકેલવાની શક્યતા છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/