મોરબીમાં ચેક રિટર્ન કેસમાં પાટલા સાસુને એક વર્ષની કેદની સજા

0
366
/

સાઢુભાઈ અને પાટલાસાસુએ હાથ ઉછીના લીધેલા 5 લાખ નવ ટકા વ્યાજ સાથે ચૂકવવા નામદાર અદાલતનો મહત્વપૂર્ણ આદેશ

મોરબી : હાલ મોરબીમાં રહેતા સદગૃહસ્થે પોતાના સગા સાઢુભાઈ અને પાટલા સાસુના પુત્રને મેડિકલ અભ્યાસ માટે હાથ ઉછીના આપેલ રૂપિયા પાંચ લાખના બદલામાં આપવામાં આવેલ ચેક રિટર્ન થતા આ મામલે અદાલતમાં ચેક રિટર્ન અંગેનો કેસ કરતા નામદાર અદાલતે આરોપી પાટલાસાસુને તકસીરવાન ઠેરવી એક વર્ષની સાદી કેદ અને પાંચ લાખની રકમ નવ ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કર્યો છે.

આ કેસની વિગત જોઈએ તો મોરબીના રવાપર રોડ ઉપર રહેતા અને સીરામીક ફેકટરીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા નશરૂદીન રહીમભાઈ અવાડીયાએ સિંચાઈ વિભાગમાં નોકરી કરતા અને સુરેન્દ્રનગર ખાતે રહેતા તેમના પાટલાસાસુ રુકશાનાબેન શોકતઅલી પંજવાણીના પુત્રને મેડિકલ અભ્યાસ માટે નાણાંની જરૂરિયાત હોય રૂપિયા પાંચ લાખ હાથ ઉછીના આપ્યા હતા અને આ રકમ પરત કરવા માટે જરૂરી નોટરી સહિતનું લખાણ કરાવી ચેક પણ મેળવ્યો હતો.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/