મોરબી ચેક રીટર્ન કેસમાં રૂ.3,00,000/- વાર્ષિક 9% વ્યાજ સાથે 6 મહિના ની સજા

0
256
/

હાથ ઉછીના પૈસા લઈ પરત ન કરનાર સખશને સજા ફટકારતી એડી ચીફ જ્યુડી. કોર્ટ

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી શહેર માં આરોપી ને કસુરવાન ઠેરવી ને રૂ.3,00,000/- વાર્ષિક 9% વ્યાજ સાથે 6 મહિના ની સાદી કેદ ની સજા ફટકારી છે.
મોરબી માં કન્યા છાત્રાલય રોડ પર આવેલ પંચવટી સોસાયટી ના રહેવાસી દિગપાલ મનસુખલાલ ફુલતરિયા એ વર્ષ 2022 માં મોરબી ના રાજપર ગામ ના રહેવાસી કરણ હેમુભાઈ જીલરીયા પાસે થી અંગત ઉપયોગ માટે રૂ 3,00,000/- સંબંધ ના દાવે લીધેલ હતા આ રકમ પરત આપવા માટે દીગપાલભાઈએ રૂ 3,00,000/- નો ચેક આપેલ હતો જે વણ ચૂકવ્યે પરત થતાં કરણભાઈએ ધિ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ ની કલમ 138 અન્વયે મોરબીના મહે એડી. ચીફ જયુડિ. મેજી. સાહેબ ની કોર્ટમાં વકીલ શ્રી કાનજી એમ. ગરચર મારફતે ઓક્ટોબર 2022 માં દાખલ કરેલ હોઈ, જે કેસ ચાલી જતાં મોરબી એડી. ચીફ જયુડિ. મેજી. શ્રી વી.કે.સોલંકી સાહેબએ આરોપી ને 6 મહિના ની સાદી કેદ ની સજા અને ચેક ની રકમ રૂ.3,00,000/- નો દંડ અને દંડ ચૂકવવા માં કસુર થયેથી 2 મહિના ની કેદ અને દંડ ની રકમ માંથી ફરિયાદી ને ચેક ની રકમ તેમજ તેના પર 9% લેખે વાર્ષિક વ્યાજ ચૂકવવા નો ચુકાદો આપેલ છે જે કેસ માં ફરિયાદી તરફે મોરબી ના જાણીતા વકીલ શ્રી કાનજી એમ. ગરચર રોકાયેલ હતા.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/