પીજીવીસીએલની ટીમોએ તનતોડ મહેનત કરી ગત રાત્રીના 1 વાગ્યા સુધીમાં 89 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કર્યો, હાલ એક પણ ગામો અંધારપટ્ટમાં નહિ
મોરબી : મોરબી જિલ્લામાં તાઉતે વાવાઝોડાની અસરના લીધે પીજીવીસીએલને ભારે નુકસાન થયું હતુ. જો કે તમામ જ્યોતિગ્રામ, અર્બન અને ઇન્ડસ્ટ્રીયલ ફીડરોનું સમારકામ પૂર્ણ કરી દેવાયુ છે. હવે ખેતીવાડી ફીડરોનું જ કામ બાકી રહ્યું છે. હાલ ખેતીવાડીના 245 ફીડર બંધ છે. 622 પોલ ડેમેજ થયેલા છે. તેમજ 67 ટીસી ખોટવાયેલા છે.
મોરબી જિલ્લામાં તાઉતેએ સૌથી વધુ વીજ પુરવઠાને અસર પહોંચાડી હતી. વાવાઝોડાને લીધે સર્કલ હેઠળના 257 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જેમાંથી 168 ગામોમાં સમારકામ કરી લેવાયુ હતું. ત્યારબાદ ગઈકાલે બપોર સુધીમાં 89 ગામોમાં વીજપુરવઠો ઠપ્પ હતો. પણ વીજકર્મીઓએ તનતોડ મહેનત કરી તમામ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરાવી દીધો છે. હાલ મોરબી સર્કલના તમામ ગામોમાં વીજળીની સુવિધા બરાબર રીતે મળી રહી છે. ઉપરાંત જ્યોતિગ્રામના 32, અર્બનના 1 અને ઇન્ડસ્ટ્રીઝના 43 ફીડર બંધ થયા હતા. તે પણ શરૂ પણ થઈ ગયા છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide