મોરબી : આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા તાજેતરમાં મોરબી જિલ્લા ટીમનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે આજથી નવા હોદ્દેદારની નિમણૂક આજથી શરૂ કરવામાં આવી છે.
આજે મંગળવારે નવી નિમણુંક અંતર્ગત મોરબી શહેર પ્રમુખ તરીકે મહેશભાઈ રાજ્યગુરુ અને મોરબી શહેર મહામંત્રી તરીકે પરેશ પારીઆની નિમણૂક કરવામાં આવી હતી. નવા નિમણૂક થયેલા હોદેદારોએ જણાવ્યું હતું કે, મોરબીમાં રાજકીય ક્ષેત્રે એક નવો વળાંક આવશે આથી મોરબીને ફરી સૌરાષ્ટ્રનું પેરિસ બનાવવા નવયુવાનો અને બિનરાજકીય લોકો પ્રજાહિતની રાજનીતિમાં પ્રવેશ કરશે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના મોરબી યુનિટને થોડા સમય પહેલા વિખેરી નાખવામાં આવ્યું હતું. ત્યારે હવે નવા બનેલા પાર્ટી સંગઠનમાં નવા હોદ્દેદારોની નિમણુંક શરૂ કરવામાં આવેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide