મોરબી શહેરમાં પાંચ સ્થળે કોરોના રસી મુકાવનારને આકર્ષક ગિફ્ટ

0
82
/

જય ગણેશ ઓટો દ્વારા 19માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે રસીકરણને વેગ આપવા અનેરો પ્રયાસ

મોરબી : કોરોના રસીકરણ ઝુંબેશને વધુ વેગવાન બનાવવા મોરબીના જાણીતા જય ગણેશ ઓટો દ્વાર 19માં વર્ષમાં મંગલ પ્રવેશની ઊજવણીના ભાગ રૂપે મોરબીમાં અલગ અલગ પાંચ સેન્ટરો પર કોરોના રસી મુકાવવા આવનાર નાગરિકોને આકર્ષક ગિફ્ટ આપવામાં આવી રહી છે અને બપોર સુધીમાં 800 લોકોએ રસી મુકાવી ગિફ્ટ મેળવી હતી.

મોરબીના જય ગણેશ ઓટોકેર પ્રા.લી. આજે 19માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું હોય જેની ઊજવણી અનોખા અંદાજમાં કરવા નક્કી કરી સરકારના કોરોના વેકસીનેશન કાર્યક્રમને વધુ વેગવાન બનવવાના ઉદેશ્યથી મોરબીમાં વિવિધ પાંચ રસીકરણ કેન્દ્રમાં રસી મુકાવનારને આકર્ષક ગિફ્ટ આપવામાં આવી રહી છે. જે અન્વયે સામુહિક આરોગ્ય કેન્દ્ર જેતપર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઘુંટુ, અર્બન હેલ્થ સેન્ટર સો ઓરડી મોરબી 2, મનીષ વિદ્યામંદિર વાવડી રોડ, મજૂર કામદાર કેન્દ્ર જેલ રોડ વગેરે સ્થળો પર લોકોને વેકસીનેશનની સાથે સાથે આકર્ષક ગિફ્ટ પણ આપવામાં આવી હતી. બપોર સુધીમાં વિવિધ સેન્ટરો ઉપર 800થી વધુ લોકોને વેકસીનેશન કરવામાં આવ્યું છે અને લોકો ઉત્સાહભેર વેકસીનેશન કરાવી રહ્યા હોવાનું જય ગણેશ ઓટોકેરના માલિક પ્રકાશભાઈ જાની દ્વારા જણાવવામાં આવ્યું છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/