મોરબીની સીટી મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર રૂ ૧૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા

0
264
/

તાજેતરમાં મોરબીની સીટી મામલતદાર કચેરીમાં કામકાજ માટે સર્કલ ઓફિસરે રૂ ૧૦૦૦ ની લાંચ માંગી હોય જે લાંચની રકમ સ્વીકારતી વેળાએ સર્કલ ઓફિસરને રંગેહાથ ઝડપી લેવાયો હતો

મોરબીની સીટી મામલતદાર કચેરીમાં વારસાઈ નોંધ પ્રમાણિત કરી આપવાના કામમાં ગેરકાયદેસર રીતે રૂ ૧૦૦૦ થી ૨૦૦૦ સુધીની માંગણી કરી સ્વીકારી અને ના આપે તો યેનકેન પ્રકારે નોંધ કરતા નથી તેવી જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી જેથી રાજકોટ એસીબી મદદનીશ નિયામક એચ પી દોશીના માર્ગદર્શન હેઠળ મોરબી એસીબી પીઆઈ પી કે ગઢવીની ટીમે છટકું ગોઠવ્યું હતું

જેમાં આરોપી સર્કલ ઓફિસર (નાયબ મામલતદાર) જુવાનસિંહ રતનસિંહ ખેર (ઉ.વ.૩૫) વર્ગ ૩ સીટી મામલતદાર કચેરી મોરબી વાળાએ અસીલની વારસાઈ નોંધ કરવા માટે રૂ ૧૦૦૦ ની લાંચ માંગી હોય અને સીટી મામલતદાર કચેરી ખાતે છટકું ગોઠવતા રૂ ૧૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો અને એસીબી ટીમે લાંચમાં લીધેલ ૧૦૦૦ ની રકમ રીકવર કરી છે

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/