મોરબી : વધુ 8 જેટલી છકડો રીક્ષાની ચોરીના જુના બનાવોની પોલીસ ફરિયાદ નોંધાઈ

0
60
/
મોડી ફરિયાદ નોંધાતા ટૂંક સમયમાં આ છકડો રીક્ષા ચોરીને ભેદ ઉકેલાયાની પોલીસ જાહેરાત કરે તેવી શકયતા

મોરબી : તાજેતરમા મોરબી શહેરમાં હમણાં છેલ્લા કેટલાક દિવસોથી છકડો રીક્ષા ચોરીના જુના બનાવોની લગાતાર એ ડિવિજનમાં ફરિયાદ નોંધાઇ રહી છે. જેમાં ગઈકાલે વધુ 8 છકડો રીક્ષા ચોરીના જુના બનાવોની ફરિયાદ નોંધાઇ છે. જો કે ફરિયાદ મોડી થવા મામલે પોલીસે એવું કારણ આપ્યું છે કે જે તે છકડો રીક્ષા ચાલક પોતાની ચોરી થયેલી રીક્ષાની ઘરમેળે તપાસ કરતા હતા. પણ છકડો રીક્ષા મળી ન આવતા અંતે આ ફરિયાદ નોંધાઇ છે. પણ સૂત્રોના જણાવ્યા મુજબ હકકિત જુદી છે. દરેક વખતની જેમ આ બનાવના પણ આરોપીઓ પકડાય ગયા હોય અને હવે ફરિયાદ નોંધીને ટુક સમયમાં પોલીસે છકડો રીક્ષા ચોરીના બનાવની ભેદ ઉકેલાય જવાની જાહેરાત કરે તેવી શકયતા છે.

મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશને ગઈકાલે 8 છકડો રિક્ષાના બનાવની નોંધાયેલી ફરિયાદ મુજબ પ્રથમ બનાવમાં ટંકારાના સજ્જનપર ગામે રહેતા દીલીપભાઇ બધાભાઇ અજાણાની ગત તા.૩/૧૧/૨૦૧૮ ના રોજ મોરબી નવા બસસ્ટેન્ડ પાસેની દિવાલે પાર્કીગમાથી GJ-03-W-6035 નબરની છકડો રીક્ષા કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. બીજા બનાવમાં મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સ નગરમાં રહેતા શૈલેશભાઇ ગોરધનભાઇ સોલંકીની ગત તા.૧૫/૨/૨૦૨૦ ના રોજ મોરબી ઝુલતા પૂલની ટીકીટ બારી પાસે પાર્ક કરેલી GJ11Y0623 નબરની છકડો રીક્ષા કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. ત્રીજા બનાવમાં મોરબીના લીલાપર રોડ સાતહનુમાન સોસાયટી વાઢેરાગેસ એજન્સી પાસે રહેતા નારણભાઇ માધાભાઇ લાંબરીયાની ગત તા.૫/૯/૨૦૧૯ ના રોજ તેમના ઘર પાસે પાર્ક કરેલી GJ3-U-8591 નબરની છકડો રિક્ષાની અજાણ્યો શખ્સ ચોરી કરી ગયો હતો. ચોથા બનાવમાં મોરબીના વીસીપરા મદીના સોસાયટી રોયલ પ્રા.શાળાની બાજુમા રહેતા જુનેદભાઇ હારૂનભાઇ અજમેરીની ગત તા.૧/૨/૨૦૧૯ ના રોજ મોરબી બુંઢા બાવાની શેરી પોસ્ટ ઓફીસ પાછળ આવેલ પ્રભાત સ્ટીલ દુકાન પાસેથી GJ-03AU-6187 નબરની છકડો રિક્ષાની અજાણ્યો શખ્સ ચોરી કરીને ફરાર થઈ ગયો હતો.

પાંચમા બનાવમાં વાંકાનેરના નવા પરા સંધી સોસાયટીમાં રહેતા આબીદભાઇ દાઉદભાઇ સંધીની ગત તા.૪/૨/૨૦૨૦ ના રોજ મોરબી શનાળા રોડ સ્વામીનારાયણ મંદીર પાસે આવેલ રમજાનભાઇ પંચર વાળાની કેબીન પાસે પાર્ક કરેલી GJ3V4431 નબરની છકડો રીક્ષા તેમજ છઠ્ઠા બનાવમાં મોરબીના સામાકાંઠે આવેલ ભીમસર પાસે રહેતા મુકેશભાઇ દીલીપભાઇ કુંઢીયાની ગત તા.૭/૧૧/૨૦૧૮ ના રોજ કુળદેવી પાન પાછળ આવેલ સરકારી શૌચાલય પાસે પાર્ક કરેલી GJ 03 AX 9140 નબરની છકડો રીક્ષા તથા સાતમા બનાવમાં મોરબીના ઘુટુ ગામેં નવા પ્લોટ વિસ્તારમાં રહેતા હમિરભાઇ પરબતભાઇ હૈણની ગત તા.૨૨/૨/૨૦૨૦ ના રોજ ત્રાજપર મહેન્દ્રસિંહજી હોસ્પીટલ પાસે પાર્ક કરેલી GJ-03-AZ-4253 નબરની છકડો રીક્ષાની ઉપરાંત આઠમા બનાવમાં મોરબીના પીપળી ગામેં રહેતા અનીલભાઇ પ્રભુભાઇ જેઠલોજાની માલિકીની GJ-03-AZ-6771 નબરની છકડો રીક્ષા ગત તા.૨૬/૦૭/૨૦૨૦ ના રોજ મહેન્દ્રનગર બસ સ્ટેન્ડ આગળ બાલાજી લોખંડ ની દુકાનના પાસેથી કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા હતા. આ તમામ જુના બનાવો છે. પોલીસે હાલ આ તમામ છકડો રીક્ષાના ચાલકોની ફરિયાદ પરથી આરોપીઓને ઝડપી લેવા તપાસ શરુ કરી છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/