મોરબી: શહેરને આગામી 48 કલાક નર્મદાનું પાણી અડધું જ મળે તેવી શક્યતા

0
33
/

સુરેન્દ્રનગરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાં રીપેરીંગ કામગીરીને પગલે બે દિવસ શટડાઉન રહેવાણી સંભાવના 

મોરબી : હાલ સૌની યોજના અંતર્ગત નર્મદા ડેમ સાથે જોડાયેલ મોરબી,જામનગર અને કચ્છ માટે પીવાના પાણી માટે નર્મદાનું પાણી મુખ્ય સોર્સ છે. આ પાણીનું વિતરણ જે સ્થળેથી થાય છે તેવા સુરેન્દ્રનગર જિલ્લાના ઢાકી ખાતેના નર્મદાના પંમ્પિગ સ્ટેશનમાં (એનસી 30)ની મરમતનું તેમજ નિભાવણીનું કામ હાથ ધરવાનું હોવાથી આગામી આગામી 21 અને 22 જાન્યુઆરીના રોજ શટ ડાઉન કરવામાં આવશે.

જેથી ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા મોરબી,જામનગર અને કચ્છ જિલ્લામાં આપવામાં આવતું પીવાના પાણીના જથ્થામાં 50 ટકાનો કાપ મુકવાની સંભાવના વ્યક્ત કરી છે જેથી આ બન્ને જિલ્લામાં સમાવિષ્ટ પાલિકા,મહાપાલિકા,ગ્રામ પંચાયત તેમજ સહિતના વીભાગને પાણીનો આયોજન પૂર્વક વિતરણ કરવા અને જાહેર જનતાને કરકસર પૂર્વક ઉપયોગ કરવા અપીલ  પણ કરવામાં આવી છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/