1 ફેબ્રુઆરી સુધીમાં આસામીઓ દ્વારા જાતે દબાણ દૂર નહીં કરે તો પાલિકાનું બુલડોઝર ફરી વળશે
મોરબી : હાલ મોરબી પાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારે એપ્રોચ રોડ પર થયેલા દબાણો 15 દિવસમાં જાતે જ દૂર કરવા માટે શહેરી વિસ્તારોમાં રહેતા નાગરિકોને જાહેર વિજ્ઞપ્તિ કરી છે, અન્યથા 15 દિવસ બાદ માર્ગો પર થયેલા દબાણો કોઈ પૂર્વ સૂચના વગર તોડી પાડવામાં આવશે એવું ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું છે.
મોરબી શહેરની હદમાં નિયમોનુસાર નકશાઓમાં દર્શાવેલા એપ્રોચ રોડ પર થયેલા દબાણો દૂર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. નકશામાં નિયમોનુંસાર દર્શાવવામાં આવેલા રસ્તાઓ કાયમી ધોરણે ખુલ્લા જ રાખવામાં આવતા હોય છે. જેને દબાણગ્રસ્ત બનાવી શકાતા નથી. ઘણા માર્ગો પર આવા દબાણો ધ્યાને આવતા 15 દિવસમાં જે તે સ્થળે એપ્રોચ રોડ પરના દબાણો જાતે જ દૂર કરવાની તાકીદ કરવામાં આવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide