મોરબી શહેર યુવા ભાજપ દ્વારા સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

0
106
/

મોરબી : આજે સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે મોરબીમાં મોરબી શહેર યુવા ભાજપ ટીમ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

15 ડિસેમ્બરના રોજ લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા નવા બસ સ્ટેન્ડ સામે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે હારતોરા કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે જિલ્લા યુવા ભાજપના મહામંત્રી જયદીપભાઇ હુબંલ, મોરબી શહેર યુવા ભાજપ પ્રમુખ હર્ષભાઈ અગોલા, મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા તથા વિક્રમભાઈ વાંક તેમજ ઉપપ્રમુખ રાહુલભાઈ હુંબલ, કેયુરભાઈ પંડ્યા, મિતુલભાઈ ધ્રાંગા અને રવિભાઈ રબારી તેમજ જયેશભાઇ ડાભી સહીત સમગ્ર ટીમ હાજર રહી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/