[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો બાટલો માથે નમી જતા એક યુવાન ઇજાગ્રસ્ત થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ યુવાન હાલ સારવાર હેઠળ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો બાટલો બદલાવવાની કામગીરી વેળાએ સાવન અમૃતલાલ મકવાણા ઉ.વ.20 નામના યુવાન ઉપર 400 કિલોનો બાટલો નમી ગયો હતો. જેથી આ યુવાન ઇજાગ્રસ્ત થયો છે. હાલ આ યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide