મોરબી : હાલ મોરબી સિવિલ હોસ્પિટલમાં આશરે 56 વર્ષના અજાણ્યા પુરુષને સારવાર અર્થે ખસેડાયા હતા. આ અજાણ્યા પુરુષનું ગત તા.24 ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની તપાસમાં આ અજાણ્યા પુરુષની હાલના તબક્કે ઓળખ મળી નથી. આથી એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી મૃતકના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. દરમિયાન આ અજાણ્યા પુરુષના વાલી વારસનો કોઈને પત્તો લાગે તો એ ડિવિઝન પોલીસ મથક-0282 2230188 અથવા હેડ કોન્સ્ટેબલ હમીરભાઈ ગોહિલ-91068 40169 ઉપર જાણ કરે તેવી અપીલ કરવામાં આવી છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide