મોરબી : સફાઈ કર્યા બાદ કચરો નાખનારા પાસે જ નગર પાલિકાએ કરાવી સફાઈ

0
95
/

મોરબી : હાલ મોરબી નગરપાલિકા દ્વારા શહેરમાં ઠેર-ઠેર કચરો નાખવા માટે ડસ્ટબીન રાખવામાં આવી છે. તેમજ નગરપાલિકાની ટીપર વાન સવારે ઘરે-ઘરે જઈ કચરો લઇ જાય છે. તો પણ લોકો જ્યાં-ત્યાં કચરો ફેંકીને ગંદકી કરે છે. આવા લોકોને સબક શીખવાડવા માટે પાલિકાનો સ્ટાફ કચરો નાખનારા પાસે જ કરાવી સફાઈ કરાવી રહી છે.

સામાન્ય રીતે, મોરબી નગરપાલિકા દ્વારા જાહેર આરોગ્યને નુકસાન થાય તેવા કૃત્ય આચરતા અને સ્વચ્છતા અભિયાનમાં અસહકાર દાખવતા લોકોને રૂ. 200-500 કે નિયમ મુજબ દંડ ફટકારવામાં આવે છે. પરંતુ લોકો માત્ર દંડ ભરીને છૂટી જાય છે. અને ફરી ગમે ત્યાં કચરો ફેંકતા થઇ જાય છે. આવા લોકોને સ્વચ્છતાનો પાઠ ભણાવવા માટે અને સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે મોરબી નગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

આ અંગે પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યું હતું કે પાલિકાના સફાઈ કર્મીઓ રોડ રસ્તાની સફાઈ કર્યા બાદ અમુક દુકાનદારો રોડ પર કચરો ફેકતા હોવાનું ધ્યાને આવ્યા બાદ હાલમાં નગરપાલિકાના સ્ટાફ દ્વારા જાહેર રોડ-રસ્તા પર કોઈ કચરો કરતા નજરે ચડે અથવા તો દુકાનો પાસે કચરો દેખાય તો તેઓને નિયમ મુજબ દંડ ફટકારવામાં તો આવે જ છે. પરંતુ દંડની સાથે આ લોકો પાસે રસ્તા પર સાફ-સફાઈ કરાવવામાં આવે છે. અને કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે છે. આમ, સ્ટાફ સિવાય સામાન્ય જનતાને કચરો વળતા જોઈ રાહદારીઓ અને વાહનચાલકોમાં પણ સ્વચ્છતા અંગે જાગૃતિ આવે છે. અને તેઓને પણ કચરો કરતા પહેલા અટકાવી શકાય છે. તેમજ જેમને દંડ ફટકારવામાં આવ્યો છે તેવા લોકોએ દંડ ભરવાની સાથે સફાઈ કરવી પડતી હોવાથી તેઓ પણ ફરીથી કચરો કરતા ખચકાશે. આમ, મોરબી નગરપાલિકા આ નવતર પ્રયોગ દ્વારા લોકોને સ્વચ્છતાના પાઠ ભણાવી રહેલ છે.

(રિપોર્ટ : રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/