મોરબી કલેકટર તંત્રની હેલ્પલાઇન બની શોભાના ગાંઠિયા જેવી !! : સચોટ માહિતી ન મળતી હોવાની લોકફરિયાદો

0
77
/
બેડની સ્થિતિ દિવસમાં બે જ વખત અપડેટ થતી હોય તો હેલ્પલાઇન નંબર 24×7 ચાલુ રાખીને શુ ફાયદો? તે મુદ્દાનો  સવાલ

મોરબી : હાલ મોરબી જિલ્લા કલેકટર તંત્ર દ્વારા બેડની સ્થિતિ અંગે લોકોને માહિતી આપવા માટે જે હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. તે હેલ્પલાઇન નંબર જ હેલ્પલેસ બની ગયો છે. કારણકે હેલ્પલાઇન નંબર ઓપરેટ કરતા કર્મચારીઓને દિવસમાં માત્ર બે જ વખત બેડની અપડેટ મળતી હોય તો તેઓ 24×7 હેલ્પલાઇન નંબર ચલાવીને પ્રજાની શુ મદદ કરશે તેવો અણિયાનો સવાલ ઉભો થયો છે.

મોરબી જિલ્લામાં કોરોનાના કેસોમાં ભયંકર ઉછાળો નોંધાઇ રહ્યો છે. જિલ્લામાં બેડની ભારે તંગીને કારણે દર્દીઓ અને તેના પરિવારજનો રઝળપાટ કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન જિલ્લા કલેકટર તંત્ર દ્વારા ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી કે આજે બુધવારે સવારે 6 વાગ્યાથી બેડની સ્થિતિ અંગેની માહિતી પ્રજાને આપવા હેલ્પલાઇન નંબર શરૂ થનાર છે. આ જાહેરાત મુજબ આજથી હેલ્પલાઇન નંબર પણ શરૂ થઈ ગયો છે.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/