મોરબી : તાજેતરમા રાજય સરકાર દ્વારા તાજેતરમાં 21મી ઓગસ્ટથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવાનો આદેશ ર્ક્યો છે. જેના માટે 1 ઓક્ટોબરથી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહે છે. જો કે સમગ્ર રાજયમાં ગ્રામ્ય વિસ્તારોમાં કોમ્પ્યુટર ઓપરેટરો હડતાળ પર ઉતરી ગયા છે. જેથી, રજિસ્ટ્રેશન કામગીરી સાવ ઠપ્પ થઇ ગઇ છે. જિલ્લામાં ટીડીઓ દ્વારા તલાટી મંત્રીઓને ફોર્મ ભરવા સૂચના આપવામાં આવી છે. જો કે એક ગામમાં મોટી સંખ્યામાં ખેડૂતો હોય છે.
આ ઉપરાંત, તેઓએ જન્મ મરણ નોંધ, હાલ સર્વેની કામગીરી ગ્રામ પંચાયતમાં રોજિંદા કામ કરવાના રહે છે. સૌથી અગત્યની વાત છે એક તલાટી મંત્રીને બેથી વધુ ગામ સોંપવામાં આવ્યા છે. જેના કારણે રજિસ્ટ્રેશન કામગીરી પણ ઠપ્પ થઈ ગઈ છે. ખેડૂતોને ગ્રામ પંચાયતના ધકકા થઈ રહ્યા છે. આવા સમયે ખેડૂતોની હાલત કફોડી બની છે. આ હળતાળને હવે મોરબી તાલુકા તલાટી કમ મંત્રી મંડળે પણ હડતાળને ટેકો જાહેર કરી દીધો છે. આગામી સમયમાં તલાટી મંત્રીઓ દ્વારા પણ ફોર્મ એન્ટ્રી સિવાયની જ કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય લીધેલ છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide