[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી મોરબીના અગ્રણી ચિરાગભાઈ રાચ્છ દ્વારા પોતાના 36માં જન્મદીનની ઉજવણી કરવામાં આવી છે.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે. ત્યારે મોરબીના કોંગ્રેસ અગ્રણી ચિરાગભાઈ મહેશભાઈ રાચ્છ દ્વારા જન્મદીનની ઉજવણી સદાવ્રતમા મહાપ્રસાદ યોજી કરી હતી. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કીશોરભાઈ ચીખલીયા, ચિરાગભાઈ રાચ્છ સહીતના સભ્યોએ ઉપસ્થિત રહી પોતાના વરદ્ હસ્તે પ્રસાદ વિતરણ કર્યુ હતુ.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide