મોરબી: કોરોના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા 12 કલાક સુધી રામનામ મહામંત્રના અખંડ જાપ

0
44
/
તાજેતરમા હળવદના રાયસંગપુર ગામે લોકોએ રામનામ જાપ કરીને કોરોનાગ્રસ્ત મૃતકોને શ્રદ્ધાંજલિ આપી

હળવદ : હાલ કોરોનાની બીજી લહેર ઘાતકી પુરવાર થઇ હતી. કોરોનાની બીજી લહેર ખતરનાક હોવાથી અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. જેથી, ઘણા પરિવારોના માળા વિખાયા છે. ત્યારે આ કોરોના કાળમાં મૃત્યુ પામેલા તમામ હતભાગીઓના આત્માને સદગતિ મળે એ માટે હળવદના રાયસંગપુર ગામે 12 કલાક સુધી રામનામના અખંડ મહામંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોએ રામનામ જાપ કરીને કોરોનાગ્રસ્ત મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી.

હળવદના રાયસંગપુર ગામે તમામ કોરોનાગ્રસ્ત મૃતકોના આત્માની શાંતિ અર્થે12 કલાક સુધી રામ નામના અખંડ મહામંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને 12 કલાક સુધી લોકોએ અખંડ રામનામ જાપ કરીને પરમ કૃપાળુ પરમાત્મા કોરોનાના હતભાગીઓના આત્માને શાંતિ આપે તેવી શુદ્ધ અંતઃકરણપૂર્વક પ્રાર્થના કરી હતી. તેમજ કોરોના કાળમાં જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેવા લોકોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પણ ઈશ્વર સમક્ષ પ્રાર્થના કરી હતી. સાથોસાથ હવે દેશ જ નહીં પુરા વિશ્વમાંથી કોરોનાની આપત્તિને હરી લેવા પણ ભગવાન સમક્ષ પ્રાર્થના કરી હતી.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/