મૃતકને અગ્નિદાહ આપી પરિવારજનોનો ફરજ અદા કરે છે
મોરબી : મોરબી જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના વાયરસના પોઝિટિવ કેસો વધતા જાય છે. આ કેસોમાંથી મોટા ભાગના કોરોનાગ્રસ્ત દર્દીઓ કોરોનાને હરાવી ઘરે પરત ફરે છે. પરંતુ અમુક લોકો કોરોના સામેનો જંગ હારી જાય છે. ત્યારે કોરોનાગ્રસ્ત દર્દીઓને અંતિમ વિદાય આપવાનું કાર્ય ફાયર બ્રિગેડના કર્મચારીઓ કરે છે.
આ અગ્નિદાહ આપવાના કાર્યમાં હિતેષ દવે, વિનય ભટ્ટ, કાર્તિક ભટ્ટ, વસંત પરમાર, દિનેશ પંડ્યા, વસીમ મેમણ, સલીમ નોબે તથા સામાજિક કાર્યકર હસીનાબેન જોડાયેલ હોય છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના દર્દીઓ મૃત્યુ પામે તે સમયે પણ સગા-સંબંધીઓને મળવાની મનાઈ છે. આવા સમયે ફાયર બ્રિગેડના કર્મીઓ અંતિમ વિદાય આપી ફરજ અદા કરે છે. અને મૃતકને અગ્નિદાહ આપી પરિવારજનોનો ધર્મ સુપેરે નિભાવે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide