મોરબીમાં કોરોના હાંફયો! ઓક્સિજનની માંગ ઘટી

0
45
/
મોરબી સિવિલમાં માત્ર 35 દર્દી ઓક્સિજન ઉપર, 6 વેન્ટિલેટરના સહારે : ડિમાન્ડ ઘટતા સિરામિક એસોસિએશનનો ઓક્સિજન પ્લાન્ટ પણ બંધ કરી દેવાયો

મોરબી : હાલ મોરબી જિલ્લામાં કાળ બનીને તાંડવ કરનાર કોરોના વાયરસ હવે હાંફયો હોય તેવી સ્થિતિ વચ્ચે સંક્રમણ ઘટી ગયું છે અને ડિસ્ચાર્જ થનારા દર્દીઓ વધતા ઓક્સિજનની માંગ ઘટી જતાં સિરામિક એસોસિએશન સંચાલિત પ્લાન્ટ પણ બંધ કરી દેવાયો છે. બીજી તરફ એક સમયે હાઉસફુલ રહેતી સિવિલ હોસ્પિટલમાં પણ ખાટલા ખાલી ખાલી છે અને હવે માત્ર 35 દર્દીઓ જ ઓક્સિજનના સહારે હોવાનું સામે આવ્યું છે.

મોરબી શહેર અને જિલ્લામાં કોરોનાની બીજી લહેર ઘાતક બનીને ત્રાટકતા સરકારી, ખાનગી હોસ્પિટલ અને કોવિડ કેર સેન્ટર હાઉસફુલ થઈ જતા કોરોના દર્દીઓને રાજકોટ જામનગર સારવાર માટે લઈ જવા પડતા હતા અને મોટાભાગના દર્દીઓને ઓક્સિજનની જરૂરત પડતા એક માસ પહેલાં દૈનિક 20 થી 22 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડતી હતી તે હાલ સંક્રમણ ઘટતા ઘટીને 7 થી 8 મેટ્રિક ટન થઇ જવા પામી છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/