મોરબી : મોરબી તાલુકાના મૂળ ઘુંટુ ગામના વતની, હાલ મોરબીના યદુનંદન વિસ્તારમાં રહેતા અને એલ.આઇ.સી. એજન્ટનું કામ કરતા સોરીયા જયંતીલાલ વશરામભાઈની 2 દીકરીઓ અને એક દીકરાએ એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરી હાલ વિવિધ સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા છે. જયંતીભાઈની મોટી દીકરી ડો. અવની અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં કોરોનાના સેમ્પલ ચેકિંગની ફરજ બજાવે છે. તેમની બીજી ડો. કૃતિ પણ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પેથોલોજી ડિપાર્ટમેન્ટમાં કોરોનાના દર્દીના સેમ્પલ લઇને ચેકિંગની ફરજ બજાવે છે. તેમજ તેમનો સૌથી નાનો દીકરો ડો. કરણ જુનાગઢની હોસ્પિટલમાં કોરોનના દર્દીઓનો ઈલાજ માટે ફરજ બજાવી રહ્યા છે. આમ, ઘુંટુ ગામના વતની અને હાલ મોરબી રહેતા એક જ પરિવારના ત્રણ સંતાનો છેલ્લા ત્રણ મહિનાથી રજા લીધા વિના કોરોના સામે સરકારી હોસ્પિટલમાં અવિરત ફરજ બજાવે છે.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide