મોરબી : હાલ મોરબીમાં આજે બીજા તબક્કામાં કોરોના રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આજે મોરબીની સિવિલ હોસ્પિટલમાં અને ખાનગી ક્રિષ્ના હોસ્પિટલમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય અધિકારીઓ સહિતનાએ રસી મુકાવી હતી.
મોરબી જિલ્લામાં આજે કોવિડ વેકસીનના રસીકરણ મહાઅભિયાનના ભાગરૂપે સિવિલ હોસ્પિટલમાં અને ક્રિષ્ના હોસ્પિટલમાં રસીકરણ કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લા રસીકરણ અધિકારી અને જિલ્લા આર.સી.એચ.અધિકારી ડો. વિપુલ કારોલીયાએ કોવિશિલ્ડ વેકસીનનો પ્રથમ ડોઝ સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે લીધો હતો અને પુણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત નિર્મિત કોવિડની કોવિશિલ્ડ વેકસીન રસીકરણ મહાઅભિયાનમાં દરેક આરોગ્ય કર્મચારી, ફ્રન્ટ લાઈન વર્કર અને મોરબીની જાહેર જનતાને જ્યારે પણ પોતાનો વારો આવે ત્યારે કોઈપણ પ્રકારની ચિંતા અને ડર દૂર કર્યા વગર કોવિડ વેકસીન લે તેવો અનુરોધ પણ કર્યો હતો.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide