મોરબી કોર્પોરેશન દ્વારા 24 દિવસમાં 400 લારીઓ હટાવાઈ, 800 હોર્ડિંગ જપ્ત કરાયા

0
2
data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી] મોરબી : હાલ નગરમાંથી મહાનગર બન્યાના 24 દિવસમાં જ મોરબીમાં કોર્પોરેશન અસ્તિત્વમાં હોય તેવી કામગીરી જોવા મળી રહી છે, પાછલા 24 દિવસમાં જ મોરબીમાં ઇતિહાસમાં પ્રથમ કહી શકાય તેવી દબાણ હટાવ ઝુંબેશ શરૂ થતા અત્યાર સુધીમાં 400 રેકડીઓ હટાવી 40 રેકડીઓ જપ્ત કરવામાં આવી છે. સાથ જ શહેરમાં સ્વચ્છતાને પ્રાધાન્ય આપવા કોર્પોરેશન દ્વારા ગંદકી ફલાવનાર તત્વો અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરી મંજૂરી વગર લગાવવામાં આવેલ 800 જેટલા હોર્ડિંગ્સ-બેનર જપ્ત કરવામાં આવ્યા છે.

ગુજરાત સરકારે 01-01-2025થી મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો આપી કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓની નિમણુંક કરવામાં આવતા જ અત્યાર સુધી ગ્રામ પંચાયત જેવી સિસ્ટમથી ચાલતા મોરબીમાં કોર્પોરેશનની અસરદાર અસર જોવા મળી રહી છે. નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ ચાર્જ સાંભળતા વેંત જ વન વીક વન રોડની ઝુંબેશ શરૂ કરી દબાણ હટાવવા કડક હાથે કામ લેવાનું શરૂ કર્યું છે જેમાં દબાણ હટાવ શાખાના હિતેશ રવેશીયા સહિતની ટીમ દ્વારા રોડ ઉપર નડતરરૂપ એવી 400 જેટલી લારીઓ 24 દિવસમાં હટાવવામાં આવી છે અને 40 જેટલી રેકડીઓ જપ્ત પણ કરવામાં આવી છે.

મોરબી નગરપાલિકા અસ્તિત્વમાં હતી ત્યાં સુધી સામાકાંઠા વિસ્તારમાં ક્યારેય કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી ન હતી જો કે, હવે કોર્પોરેશન અસ્તિત્વમાં આવતા જ ગઈકાલે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કુસંજય સોની તેમજ સેનીટેશન વિભાગના કૃષ્ણસિંહ જાડેજા સહિતની ટીમે મહારાણા પ્રતાપ સર્કલથી લઈ ત્રાજપર ચોકડી સુધી વિસ્તારમાં ચેકીંગ કરી એક જ દિવસમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક અને જાહેરમાં ગંદકી ફેલાવવા સબબ 47,000નો દંડ ફટકારી 30 કિલોગ્રામ જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

data-lazy-src="https://thepressofindia.com/wp-content/uploads/2022/03/Murano-Add.jpg"/