મોરબી : ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા 2 શખ્શો ઝડપાયા

0
81
/

2 મોબાઈલ મળી 18,580 નો મુદામાલ જપ્ત : ધ્રાંગધ્રા રાજકોટ સહીતના  શખ્સોના નામ ખુલ્યા

મોરબી : હાલ મોરબીના રવાપર રોડ પર ચકિયા હનુમાન નજીક પ્રાચી સિલેકશનમાં ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે દરોડો પાડી દુબઇમાં ચાલતી ટી 10 મેચ સિરિઝ પર જુગાર રમતા સંજય જગદીશભાઈ ચૌહાણ અને યતીનભાઈ નવિનચંદ્ર દેસાઈને સટ્ટો રમતા ઝડપી લીધા હતા.અને આરોપી સંજય પાસેથી એક મોબાઈલ 1650 રોકડ જ્યારે યતીન પાસેથી એક મોબાઈલ અને 4200 રોકડ મળી કુલ 15,850નો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓની પૂછપરછ કરતા ધ્રાંગધ્રાના અમિત રાજુ મુધવા, નવનીત મદનલાલ દેવમુરારીનું પણ નામ ખુલતા તમામ લોકો વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/