મોરબીના આમરણ ગામે કુઝર ગાડીના ધંધાર્થીઓ વચ્ચે ધંધાકીય હરીફાઈમાં ડખ્ખો, સામસામી ફરિયાદ
મોરબી : હાલ મોરબીના આમરણ ગામે કુઝર ગાડીના ધંધાર્થીઓ વચ્ચે ધંધાકીય હરીફાઈમાં ડખ્ખો થયો હતો.જેમાં ક્રુઝરમાં પેસેન્જર ભરવા મામલે બે ધંધાર્થી જૂથ વચ્ચે ઘાતક હથિયારો સાથે બઘડાટી બોલી ગઈ હતી.આ મારામારીમાં સાત વ્યક્તિઓ ઘાયલ થતા આ તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવ અંગે બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી છે.
મોરબીના આમરણ ગામે રહેતા આસિફમિયા અબ્બાસમિયા બુખારીએ આરોપીઓ જાવીદમિયા બસીરમીયા બુખારી, યાસીનમિયા બળુમિયા બુખારી, વસિમિયા કાદરમિયા બુખારી, આરીફમિયા ઉર્ફે જીંગો અલ્લારખા બુખારી, નજીરમિયા બસીરમિયા બુખારી સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીઓએ ફરિયાદીના ભાઈ ઇંદ્રિશમિયા સાથે અગાઉ કુઝરમાં પેસેન્જર ભરવા બાબતે થયેલા ડખ્ખાનો ખાર રાખી ફરિયાદીના પક્ષ ઉપર લોખડના પાઇપ અને ધોકા સાથે તૂટી પડ્યા હતા.જેમાં આરોપીઓએ ફરિયાદી ઉપર લોખંડના પાઇપ તેમજ સાહેદો સલીમમિયા,તોફિકમિયા અને કાદરમિયા ઉપર લાકડાના ધોકાથી હુમલો કરીને ઇજા પહોંચાડી હતી.
વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia
તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia
અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide