મોરબીમાં કરફ્યુમાં લટાર મારવા નીકળેલા 46થી વધુ લોકો ઝડપાયા

0
183
/
રાત્રી કરફ્યુ ભંગ બદલ દુકાનદારો અને લારીધારકો તેમજ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ ભંગ બદલ રીક્ષા, કારચાલકો અને રાહદારીઓ સામે પણ કાર્યવાહી

મોરબી : હાલ મોરબીમાં કોરોના સંક્રમણની ચેન તોડવા માટે રાત્રી કરફ્યુ અમલમાં હોવા છતાં ઘણા લોકો ખોટી રીતે લટાર મારવા કે ખાલી કરફ્યુમાં કેવી પરિસ્થિતિ છે તે જોવા નીકળતા હોવાથી પોલીસે આવા અણસમજુઓને ઝડપીને કાયદાનું ભાન કરાવ્યું હતું. જેમાં ગતરાત્રે રાત્રી કફર્યુ દરમિયાન ગેંડા સર્કલ પાસે એક પછી એક એમ લટાર મારવા નીકળેલા લોકોની લાઈનો લાગી હતી. પોલીસે વારાફરતી લટાર મારવા નીકળેલા 40થી વધુ લોકોને ઝડપીને તેમને સમજદારીનું ભાન કરાવ્યું હતું. આ ઉપરાંત, વાવડી રોડ, શનાળા રોડ, નવા બસ સ્ટેન્ડ રોડ અને રવાપર રોડ તેમજ સોઓરડી રોડ ઉપર લટાર મારવા નીકળેલા 6 થી વધુ લોકોને પણ ઝડપી લીધા હતા.

મોરબી એ અને બી ડિવિઝન પોલીસે ગતરાત્રે રાત્રી કરફ્યુનો કડક અમલ કરાવ્યો હતો. જેમાં વજેપર મેઈન રોડ ઉપર પાન માવાની દુકાન ખુલ્લી રાખનાર વેપારી, રવાપર ગામ હનુમાનજી મંદિર પાસે ત્રણ ફ્રૂટની લારી ખુલ્લી હોવાથી આ તમામ સામે કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત, મોરબી જિલ્લામાં દિવસ દરમિયાન નિયમ કરતા વધુ મુસાફરોની હેરાફેરી કરતા રીક્ષાચાલકો તેમજ ખાનગી વાહનો અને જાહેરમાં માસ્ક વગર નીકળેલા લોકો સામે પણ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.

મોરબીના વીસી ફાટક, વિશિપરા મેઈન રોડ ઉપર, માળીયા ફાટક પાસે, ધુંટુ ગામે બાપા સીતારામ મઢુંલી પાસે, જુના ઘુંટું રોડ ઉપર, મોરબી વાંકાનેર નેશનલ હાઇવે, માળીયાના વાગડીયા ઝાંપા પાસે માસ્ક પહેર્યા વગર નિયમ કરતા વધુ મુસાફરોની હેરાફેરી કરતા ડઝનેક પેસેન્જર રીક્ષાચાલકો સામે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત, મોરબી વાંકાનેર હાઇવે, ઢુંવા માટેલ રોડ ઉપર જય અબે સેલ્સ કાપડની દુકાન, રવિ રાંદલ ગેરેજ, પાઉભાજીની લારી, રેડીમેન્ટ કાપડની દુકાન ચલાવતા વેપારીઓએ પોતાના ધંધાના સ્થળે માસ્ક ન પહેર્યું હોય તેમજ વિવિધ રોડ ઉપર માસ્ક વગર નીકળેલા લોકો અને બાઈક, કાર સહિતના વાહનચાલકો પણ પોલીસની ઝપટે ચડી ગયા હતા.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/