મોરબીમાં બંધની નહિવત અસર જોવા મળી : હળવદ, વાંકાનેર અને ટંકારામાં પણ મિશ્ર પ્રતિસાદ

0
43
/
આજે બંધના એલાનને પગલે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એકંદરે શાંતિનો માહોલ, માર્કેટીંગ યાર્ડ, બજારો, એસટી પણ ચાલુ

મોરબી, વાંકાનેર, હળવદ, અને ટંકારા : આજે કૃષિ સંબધિત ત્રણ વિધાયકો રદ કરવાની માંગ સાથે આજે ખેડત સંસ્થાઓ દ્વારા ભારત બંધને એલાન આપવામાં આવ્યું છે. આ બંધના એલાનને પગલે મોરબી જિલ્લામાં પોલીસે સવારથી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. જ્યારે મોરબીમાં બંધની નહિવત અસર જોવા મળી છે. હળવદ તથા વાંકાનેર અને ટંકારામાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. બંધને એલાનને પગલે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એકંદરે શાંતિનો માહોલ પણ જોવા મળ્યો છે.

સમસ્ત મોરબી જિલ્લામાં આજે સવારથી જ બંધના એલાનને પગલે બજારો સહિત ઠેરઠેર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જેમાં પોલીસે દેખાવ કરે તે પૂર્વે જ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી છે. જો કે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોઈ બળજબરીથી બંધ કરવા આવ્યા હોય એવું હજુ સુધી ધ્યાને આવ્યું નથી. એટલે હજુ સુધી શાંતિભર્યું વાતાવરણ છે. મોરબીમાં બંધની નહિવત અસર જોવા મળી હતી. જ્યારે ટંકારા અને હળવદ અને વાંકાનેરમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. મોરબીમાં એકંદરે બજારો, માર્કેટીંગ યાર્ડ, અને એસટી સહિત બધું જ રાબેતા મુજબ ચાલુ છે.

મોરબીમાં આજે સવારથી જ શહેરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહ્યો છે. મોરબીમાં બંધને નહિવત અસર થઈ હતી. જેમાં મોરબીના માર્કેટીંગ યાર્ડમાં હરરાજી બંધ રહી હતી. જ્યારે ટેકાના ભાવે ખરીદી ચાલુ રહી હતી. માર્કેટીંગ યાર્ડમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત મૂકી દેવાયો છે. હરરાજી કરવા ઈચ્છે એને હરરાજી કરવા દેવાય હતી પણ કમિશન એજન્ટો, વેપારીઓએ હરરાજી બંધ રાખી હતી. જ્યારે બજારોમાં જોઈએ તો ગેસ્ટ હાઉસ રોડ ઉપર શક્તિ ચોકથી માંડીને નહેરુ ગેઇટ ચોક સુધી અમુક દુકાનો જ બંધ રહી હતી. બાકીની બધી જ દુકાનો ખુલ્લી છે.રવાપર રોડ ઉપર પણ અમુક દુકાનો સિવાય તમામ દુકાનો ખુલ્લી જોવા મળી હતી. એસટી બસ સ્ટેન્ડ ખુલ્લું છે અને એસટીની તમામ રૂટ ઉપર રાબેતા મુજબ દોડી રહી છે.

જો કે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે એકંદરે શાંતિપૂર્ણ માહોલ રહ્યો છે. સવારે મોરબી પોલીસે કોંગી આગેવાનોની અટકાયત કર્યા બાદ સામાકાંઠે બી ડિવિજન પોલીસે બે થી ત્રણ આગેવાનોની અટકાયત પણ કરી છે.


મોરબી :

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)


 

ટંકારા :


 

હળવદ :

 

 

 

 

 

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/