મોરબી : જેતપર પાસે દાઝી ગયેલ પરપ્રાંતીય મજૂર દંપતી ખંડિત, સારવાર દરમિયાન પત્નીનું મોત

0
41
/

મોરબી : મોરબીના જેતપર રોડ પર આવેલ સીરામીક કારખાનામાં મજૂરી કામ કરતું દંપતી થોડા દિવસ પહેલા દાઝી ગયું હતું. આથી, બંનેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પત્નીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબીના જેતપર રોડ ઉપર સાપર અને ગાળા ગામની વચ્ચે આવેલ સેલોગ્રેસ સિરામિક નામના યુનિટમાં મજૂરી કામ કરતા અને લેબર કવાટરમાં રહેતા તેમજ મૂળ મધ્યપ્રદેશના વતની મીનાબેન હુકમસિંગ બઘેલા (ઉ.વ. 21) થોડા દિવસ પહેલા ગેસના ચુલા ઉપર રસોઈ બનાવી રહ્યા હતા. ત્યારે તેઓની દિકરી રમતા-રમતા તેમની પાછળના ભાગે આવી હતી. મીનાબેન પાછળ ફરીને તેને લેવા જતાં આગની જાળ કપડાંમાં લાગતા મીનાબેન દાઝી ગયા હતા. મીનાબેનને બચાવવા જતા તેમના પતિ હુકમસિંગ રામેશ્વરસિંગ બઘેલા (ઉ.વ. 28) પણ દાઝી ગયેલ હતા. જેથી, બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર માટે બંનેને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ગઇકાલે સારવાર દરમ્યાન મિનાબેનનું મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે પોલીસે આગળ તપાસ હાથ ધરી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/