મોરબી: જાહેરનામા ભંગ બદલ બે નાગરિકો દંડાયા

0
318
/
માળિયામાં માસ્ક પહેર્યા વગર શાકભાજી વેચનાર પોલીસની ઝપટે

મોરબી : હાલ મોરબી શહેરમાં નાઈટ કર્ફ્યુ દરમિયાન કારણ વગર આંટાફેરા કરતા બે વ્યક્તિ પોલીસની ઝપટે ચડી ગયા હતા, જો કે વાંકાનેરમાં ગઈકાલે બધા શાનમાં સમજી ગયા હોય તેમ રાત્રે 10 પહેલા ઘેર પહોંચી ગયા હોય એક પણ કેસ નોંધાયો ન હતો જયારે માળિયામાં માસ્ક પહેર્યા વગર શકભાજી વેચનાર ધંધાર્થી પોલીસની ઝપટે ચડી ગયો હતો.

મોરબી જિલ્લામાં કોરોના સંક્ર્મણ વધતા મોરબી શહેર અને વાંકાનેરમાં રાત્રી કર્ફ્યુ અમલમાં છે ત્યારે ગઈકાલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે માળીયા ફાટક પાસેથી ગૌતમભાઈ હકાભાઈ ઝાપડાને રાત્રી કર્ફ્યુ અમલમાં હોવા છતાં સી.એન.જી રીક્ષા લઇને નીકળી કર્ફ્યુ ભંગ કરતા જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત પુથ્વીરાજભાઇ મંગળારામભાઇ ભાટી નાઇટ કર્ફયુ હોવા છતા માસ્ક પહેર્યા વગર નીકળતા જાહેરનામા ભંગ સબબ પોલીસે કાર્યવાહી કરી હતી.દરમિયાન માળીયા પોલીસે માસ્ક વગર ફરતા લોકોને કડક સંદેશો આપવા કામગીરી યથાવત રાખી માસ્ક પહેર્યા વગર કન્યાશાળા રોડ ઉપર શાકભાજી વેંચતા જુસબભાઇ દિલાવરભાઇ જામને ઝડપી લઈ જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કરી હતી. જો કે પોલીસને માનવીય અભિગમ રાખવા સૂચના હોય હજુ પોલીસ કડક ન બનતા કેસ ઓછા નોંધાય રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

[રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી]

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/